Cibil Score New Rule: મિત્રો, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં Cibil Score ને લઇને 6 નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 જાન્યુઆરી 2025 થી લાગુ થઇ ગયા છે. આ નવા નિયમો તમારું નાણાકીય જીવન સીધા અસર કરી શકે છે, તેથી આ બાબતમાં માહિતગાર થવું અત્યંત જરૂરી છે. આ નવા નિયમો Credit Score ની પ્રક્રિયામાં મોટો ફેરફાર લાવી શકે છે, જેથી Loan લેવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
Cibil Score ને લઇને 6 નવા નિયમો
1. Credit Score Update પ્રક્રિયામાં ઝડપ
RBI ના નવા નિયમો અનુસાર, હવે Credit Score ને અપડેટ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બની ગઈ છે. ગ્રાહકો હવે 15 દિવસમાં એકવાર પોતાનો Credit Score ચેક કરી શકશે, જે Loan મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે.
2. Bank દ્વારા Credit Score Check કરવાની જાણકારી
હવે જ્યારે પણ કોઇ Bank અથવા નાણાકીય સંસ્થા તમારો Credit Score ચેક કરશે, તો તમને તે અંગે Email અથવા SMS દ્વારા જાણ કરવામાં આવશે. આ નિયમ વધુ પારદર્શિતા લાવશે અને ગ્રાહકોને સજાગ રાખશે.
3. વર્ષમાં એક વખત મફત Credit Report
RBI ના નિયમો અનુસાર, તમામ Credit Companies ને તેમના ગ્રાહકોને દર વર્ષે એક વખત મફત Credit Report આપવા માટે પાબંદ કરવામાં આવ્યું છે. ગ્રાહકો માટે આ Credit Report મેળવવા માટે એક લિંક આપવામાં આવશે, જ્યાંથી તેઓ પોતાના Mobile અથવા Computer દ્વારા સરળતાથી ચેક કરી શકશે.
4. ફરિયાદોનું 30 દિવસમાં નિરાકરણ અનિવાર્ય
જો કોઇ ગ્રાહકે Cibil Score થી જોડાયેલી કોઇ ફરિયાદ કરી છે અને Credit Information Company 30 દિવસની અંદર તેનો ઉકેલ લાવતી નથી, તો દંડ રૂપે કંપનીએ દરરોજ ₹100 ચૂકવવા પડશે. Loan આપતી સંસ્થાઓએ 21 દિવસની અંદર જરૂરી માહિતી Credit Bureau ને આપવી જરૂરી છે, નહીંતર તેમની પર પણ દંડ લાગશે.
5. Loan Default ની પૂર્વ જાણકારી અનિવાર્ય
જો કોઇ ગ્રાહકના Loan નું Default થવાનું હોય, તો Bank અથવા નાણાકીય સંસ્થા ગ્રાહકને અગાઉથી જાણ કરવાનું રહેશે. આ જાણકારી Email અથવા SMS દ્વારા આપવામાં આવશે, જેથી ગ્રાહક યોગ્ય સમયે પગલાં લઇ શકે.
6. Credit Score ની સુરક્ષા સુનિશ્ચિત થશે
આ નવા નિયમો લાગુ થવાથી Credit Score ની સુરક્ષા વધારે સુનિશ્ચિત થશે અને તેને વધુ પારદર્શક બનાવવામાં આવશે. ગ્રાહકો હવે વધુ આરામથી પોતાનું નાણાકીય ઇતિહાસ સંભાળી શકશે અને એક સારો Credit Score હોવાના કારણે સરળતાથી Loan મેળવી શકશે.
નિષ્કર્ષ
મિત્રો આ લેખ માં માહિતી આપી કે RBI દ્વારા રજૂ કરાયેલા આ નવા નિયમો Loan લેવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવશે. Credit Score ના જતન અને ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે આ નિયમો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ગ્રાહકો ઘરે બેઠા જ પોતાની Credit Report ચેક કરી શકે છે અને નાણાકીય સ્થિતિને વધુ સારી બનાવી શકે છે.